મોરબી : ક્રાંતિકારી સેનાના યુવા શહીદ ગ્રંથ પુસ્તકનું ૨૩મીએ વિમોચન

- text


દેશભક્તિના વિચારો જન જન સુધી પહોંચાડવા ક્રાંતિકારી સેનાએ તૈયાર કર્યું ખાસ પુસ્તક

મોરબી : મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા યુવા શહીદ ગ્રંથ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિમોચન વિધિ આગામી તા. ૨૩ના રોજ રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવનાર છે.

મોરબીની ક્રાંતિકારી સેનાને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિતે ક્રાંતિકારી સેના દ્વારા શહીદો પર યુવા શહીદ ગ્રંથ નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. બાળકો, યુવાનો અને વૃદ્ધ સૌ કોઈને ગમે તેવા આ પુસ્તકની વિમોચન વિધિ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સહયોગથી આગામી તા. ૨૩ના રોજ રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ, સમય ગેટ પાસે, શનાળા રોડ ઉપર રાત્રે ૯ કલાકે રાખવામાં આવી છે.

- text

ક્રાંતિકારી સેનાના રાધેભાઇ પટેલે જણાવ્યું હતું કે ક્રાંતિકારી સેના હંમેશા દેશ ભક્તિના વિચારો ફેલાવવાનો પ્રયત્ન કરે છે.અને ક્રાંતિકારીઓને યાદ કરે છે. પણ આજે ક્રાંતિકારી સેનાઅે અેક નવુ સાહસ કર્યું છે તમારા બાળકો અને પરિવાર સુધી દેશ ભક્તિના વિચારો પહોંચાડવા માટે એક પુસ્તક યુવા શહીદ ગ્રંથ પુસ્તક લખ્યુ છે આ બુક એટલી સરસ છે કે તમામ બાળકો ને વાંચવી ગમશે અને મોટા ને પણ ગમશે ૧૦૦% દેશભક્તિના વિચારો અને દેશપ્રેમ જાગશે.

આ વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. 96013 47007 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text