હળવદ : અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતો આરોપી ઝડપાયો

હળવદ : રાજકોટ રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે તે ટીમના પો.સ.ઇ.શ્રી એમ.વી.પટેલ નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડ માણસોને હકીકત મળતા પો.સ.ઇ.શ્રી પટેલ સા.ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મદારસિહ મોરી તથા ભગવાનભાઇ ખટાણા નાઓએ હળવદ પો.સ્ટ. ફ.ગુરનં.૧૭૬/૧૪ આઇપીસી કલમ-૩૬૩, ૩૬૬ વિ. મુજબના અપહરણના ગુનામાં છેલ્લા પ(પાંચ) વર્ષથી નાસતા-ફરતા આરોપી શૈલેષ અમરશીભાઇ તળવી રહે.હાપેસર તા.કવાટ જી.છોટાઉદેપુર વાળો હળવદ વેગળવાવ ફાટક પાસે આવેલ હોવાની હકીકત મળતા ત્યાંથી ધોરણસર અટક કરી હળવદ પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en