મોરબી જિલ્લાના પરવાનેદારોને પોતાનું હથિયાર જમા કરાવવા કલેકટરનો આદેશ

- text


લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યા જાહેરનામા : ૨૭ મે સુધી જિલ્લામા કલમ ૧૪૪ લાગુ

મોરબી : લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જીલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર. જે. માકડીયાએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવા જરૂરી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા.આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી.

- text

આ આદેશ અન્વયે મોરબી જિલ્લામાં માન્યતા ધરાવતી સીક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટ લેવડ – દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી.

આ સાથે મેજીસ્ટ્રેટ આર. જે. માકડીયાએ આગામી તા. ૨૭ મી મે –૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text