વાંકાનેર સીટી પોલીસે 160 ગેરકાયદેસર ઘેટાં ભરેલ ટ્રક ઝડપી પાડયો

વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ આર.પી. જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઈ પરમાર, બ્રિજરાજસિંહ વાળા સ્ટાફ ગત રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન વાંકાનેરના વાંકિયાથી રાણેપર તરફ આવી રહેલા એક ટ્રકને રોકી તેની તલાસી કરતાં ટ્રકમાં ૧૬૦ જેટલા ઘેટાં ખીચોખીચ ત્રાસદાયક રીતે ભરેલાં હોય જે અંગે ટ્રક ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેઓ પાસે કોઈ જાતના પાસ પરમીટ કે પરિવહન માટેના આધાર ના હોય તેમજ ઘેટાં માટે ટ્રકમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન હોય જેથી આ ઘેટાં ભરેલ ટ્રકને ઝડપી વાંકાનેર પાંજરાપોળ ખાતે આ જીવોને સારસંભાળ માટે સોંપી આપેલ તેમજ ટ્રક ડ્રાઇવર મહંમદહનીફ મોહમ્મદહબીબભાઇ શેખ જાતે ફકીર ઉંમર વર્ષ 50 રહે અમદાવાદ તેમજ ઉસ્માનશા ઉર્ફે અબ્દુલગની હાસમશા શેખ જાતે ફકીર ઉંમર વર્ષ 28 રહે દુધઈ કચ્છ, કાસમભાઇ ફકીરમામદ શેખ જાતે ફકીર ઉંમર વર્ષ 24 રહે ભુજ વાળાઓને અટક કરી ટ્રક નંબર GJ 01 HT 2402 કિંમત રૂપિયા ૫૦૦૦૦૦ નો કબ્જે કરી, ઘેટાં કુલ કિંમત રૂપિયા ૧૬૦૦૦૦ ફુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૬૬૦૦૦૦ કબજે લઇ આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીયપણુ અટકાવવાનો અધિનિયમ 1960 ની કલમ 11 ડી એલ મુજબ ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en