મોરબી : ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો હતો તેમજ અન્ય બે શખ્સોના નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ કાંતિજ્યોતના ગેઇટ પાસે જાહેરમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પર મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા આરોપી ઉત્તમ કાંતિભાઈ કાવઠીયાને રોકડ રકમ રૂ.૧૭,૫૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ રૂ.૨૨,૫૦૦ સાથે ઝડપી પાડ્યો હતો તો ફિરોઝ મહમદભાઈ મામતી રહે- રૈયા રોડ, રાજકોટ અને માલદે આહીર રહે મોરબી વાળાના નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text