વાંકાનેર નજીક ઓટો રીક્ષામાં રૂ. ૨૮ હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

- text


 

વાંકાનેર : વાંકાનેર નજીક ઓટો રીક્ષામાં રૂ. ૨૮ હજારના વિદેશી દારૂ સાથે પોલીસે બે શખ્સોને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ખાતેની ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે જીજે ૧૦ ટીડબ્લ્યુ ૨૯૨૪ નંબરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂની ૨૮૮ બોટલ કિંમત રૂ. ૨૮,૮૦૦ સાથે જિતેન્દ્ર દલસુખગિરી ગોસ્વામી, સંજય મોહનભાઈ કુકડીયાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text