ધન્ય છે મોરબી : કોલસાના વેપારીઓએ પણ શહીદોના પરિવારો માટે રૂ. ૯ લાખનો ફાળો એકત્ર કર્યો

- text


કોલ કોર્પોરેશનના ફાળામા હજુ પણ અનુદાનની સરવાણી યથાવત

મોરબી : મોરબીના કોલ કોર્પોરેશન (કોલસાના વેપારીઓ) દ્વારા શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. ૯ લાખથી વધુ રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ કોલ કોર્પોરેશનના સભ્યો દ્વારા અનુદાનની સરવાણી વહી રહી છે.

કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર આ શહીદોના પરિવારને આધાર છીનવાયા બાદ વધુ તકલીફ ન પડે તે માટે સીરામીક એસોસિએશનની સાથે સાથે કોલ કોર્પોરેશન દ્વારા પણ ફાળો એકત્ર કરવાનું સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.

- text

આ અંગે મોરબી કોલ એસો.ના પ્રમુખ જીગ્નેશ કૈલાએ જણાવ્યું હતું કે કોલ કોર્પોરેશન દ્વારા ફાળાની જાહેરાત કરવામાં આવ્યાને ગણતરીના કલાકોમાં જ સભ્યોએ અનુદાનની સરવાણી વહાવી દીધી હતી. અત્યાર સુધીમાં કોલ કોર્પોરેશન દ્વારા ફાળામાં રૂ. ૯ લાખથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે.

 

- text