મોરબીના રાજપર (કું) ગામે એસટીની અનિયમિતતાથી વિદ્યાર્થીઓની હેરાનગતિ

- text


એસટીની અનિયમિતતાનો પશ્ન હલ કરવા ગ્રામ પંચાયતની ડેપો મેનેજરને રજુઆત

મોરબી : મોરબીના રાજપર (કું) ગામે એસટી બસો અનિયમિત આવતી હોવાથી ગ્રામજનો અને વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી ગ્રામ પંચાયતએ એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરી એસટીની અનિયમિતતાનો પશ્ન હલ કરવાની માંગ કરી છે.

- text

મોરબીના રાજપર( કું) ગ્રામ પંચાયતે એસતીના ડેપો મેનેજરને રજુઆત કરી હતી કે, તેમના ગામે મોરબી તરફથી આવતી એસટી બસો ખૂબ જ અનિયમિત આવે છે.ઘણી વખત આ એસતીના રૂટ પણ રદ કરી દેવામાં આવે છે.જેના કારણે ગામલોકો અને મોરબી શાળામાં અભ્યાસ અર્થે અપડાઉન કરતા ગામના વિદ્યાર્થીઓને ભારે મુશેકેલીનો સામનો કરવો પડે છે. ગતતા.14ના રોજ ગામની વિધાર્થીઓની બી.એ.સી.ની પરીક્ષા હતી.તેવા સમયે જ એસટી રૂટ કેન્સલ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.તેથી વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે આ એસટીની અનિયમિતતાનો પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text