મેલેરિયાગ્રસ્ત માં સૌથી મોખરે રહેલા મોરબી જિલ્લા ને રાહત

- text


છેલ્લા પંદર વર્ષથી મેલરિયા માટે પંકાયેલ મોરબીમાં આરોગ્ય વિભાગની મહેનત રંગ લાવી : પાંચ વર્ષમાં મેલેરિયાના કેસમાં સતત ઘટાડો

મોરબી : સમગ્ર ગુજરાતમાં મેલેરિયા માટે પંકાયેલ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગની ઝુંબેશરૂપી સતત કામગીરીને કારણે છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં મેલેરિયાનો રોંગચાળો નિયંત્રણમાં આવ્યો છે અને છેલ્લા એક વર્ષથી મોરબી મેલેરિયાના ખતરામાંથી ભાર નીકળી ગયું છે જેનીં કેન્દ્ર અને રાજ્ય સરકારે નોંધ લીધી છે.

મોરબી જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રદુષણ અને ખુલ્લી કેનાલને કારણે છેલ્લા 15 વર્ષથી મેલેરિયાનો રોગચાળો ચિંતાજનક રીતે વધતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ ગંભીર બાબતને લઇ મોરબીને મેલેરિયા મુક્ત કરવા આરોગ્ય વિભાગ પાસે મિશનરૂપી કામગીરી શરૂ કરાવી હતી.જે એનુંસાંધાને જિલ્લા પંચાયત મોરબીના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાગ્રસ્ત ગામોને અલગ તારવી તમામ ગામોમાં મચ્છરદાની વિતરણ અને દવા છંટકાવ માટે વિશેષ કાળજી લઈ પોરા ભક્ષક ગપ્પી ફિસનું પણ વિતરણ કરવામાં આવતા છેલ્લા પાંચ વર્ષમાં મેક્સિલરીયાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગના ડો.સી.એલ વારેવાડીયાના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં મેલેરિયાના સૌથી વધુ કેસ નોંધાતા હતા જેમાં વર્ષ 2013માં 1286, 2014માં 2978, 2015માં 1426, 2016માં 1035, 2017માં 957 અને 2018માં માત્ર 591 કેસ નોંધાયા હતા.જેમાં વર્ષ 2018માં 557 લોકોને સાદો મેલેરિયા અને 34 લોકોને ઝેરી મેલેરિયા થયો હતો.

મોરબી જિલ્લાને મેલેરિયાગ્રસ્તના લેબલમાંથી બહાર કાઢવા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી સઘન બનાવી છે અને અગન વર્ષોમાં દોઢથી બે લાખ શંકાસ્પદ કિસ્સામાં બ્લડ સેમ્પલીંગને બદલે છેલ્લા ત્રણ વર્ષમાં અઢીલાખથી વધુ કિસ્સામાં બાલ્ડ સેમ્પલિંગ કરવામાં આવ્યુ હતું અને વર્ષ 2018માં કુલ 2,54,946 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબી જિલ્લો મેલેરિયાગ્રસ્ત જાહેર થયો હોય કેન્દ્ર અને રાજ્ય સરકારની ટિમો દ્વારા વારંવાર મોરબી જિલ્લાનું ચેકીંગ પણ કરવામાં આવતું હતું પરંતુ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગની મહેનત રંગ લાવતા મોરબી જિલ્લાને લાગેલ મેલેરિયાગ્રસ્ત જિલ્લાનું લેબલ દૂર થયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text