મોરબી : રીક્ષામાં ધોકા લઈને નીકળેલા બે શખ્સો ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રીના સમયે શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી નાઈટ પેટ્રોલીગ દરમ્યાન રિક્ષામાં ધોકા લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ગતરાત્રીના સમયે શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો .તે દરમિયાન પોલીસે જૂના બસ સ્ટેન્ડના ગેટ પાસે પાર્ક થયેલી બે સીએનજી રિક્ષાનું ચેકિંગ કરતા આ બન્ને રિક્ષામાંથી ધોકા મળી આવ્યા હતા.આથી પોલીસે રીક્ષા ગેરકાયદે ધોકા રાખવાના ગુનામાં રીક્ષાચાલકો રાજેશભાઇ ભીખુભાઈ કોટક ઉ.વ.25 રહે મોરબી સામાકાંઠે રામકૃષ્ણનગર તથા અસગર હજીભાઈ પીલુડિયા ઉ.વ.30 રહે મોરબી જુના બસ સ્ટેન્ડ ,ગેબનશાપીરની દરગાહ પાસેને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en