મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નમાં કાલે રવિવારે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા કાલે તા.૧૦ ફેબ્રુઆરીને સવારે ૯ થી ૨ વાગ્યા દરમ્યાન મોરબીના રામધન આશ્રમ, મહેન્દ્રનગર ખાતે પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમુહલગ્નની સાથે જરૂરીયાતમંદ દર્દીઓને લોહીની જરૂરીયાત પુરી પાડવાના ઉદેશ સાથે રક્તદાન કેમ્પ યોજાશે.આ રક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેંક,મોરબી સ્વામીનારાયણ સંસ્કાર ધામ સંચાલીક સંસ્કાર બ્લડ બેંક સેવા આપશે.આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં દશનામ ગોસ્વામી સમાજને સહયોગ આપવાની અપીલ કરાઈ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

 

 

 

- text