વાંકાનેરની મહિલાનું સ્વાઇન ફ્લુને કારણે મોત

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂનો ફુંફાડો યથાવત.

વાંકાનેર: દેશભરમાં સ્વાઇન ફલૂનો વાયરો દિન પ્રતિદિન વધુને વધુ ફેલાઈ રહ્યો છે. સરકારના અનેકાનેક પ્રયાસો બાદ પણ રોગચાળો વધુને વધુ વિસ્તારમાં પ્રસરતો જાય છે.ત્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂને કારણે વધુ ત્રણ મોત થયા છે. બે મોત તો એક કલાકના સમયગાળામાં જ થયા છે. જેમાં વાંકાનેરની ૪૯ વર્ષીય એક મહિલાનું પણ મોત નીપજ્યું છે. વાંકાનેરના કુંભારપરા ચોંક, આંબેડકરના બાવલા પાસે રહેતી મહિલાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

ગઈકાલે ગુરુવારે સ્વાઇન ફલૂના ૧૦ નવા કેશ આવ્યા સામે આવ્યા હતા.છેલ્લા ૩૮ દિવસ માં સ્વાઇન ફ્લૂના૧૫૫ કેશ સામે આવ્યા છે.
સવા મહિનામાં રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૨૮ લોકોને સ્વાઇન ફલૂ ભરખી ગયો છે. હાલ ૪૭ જેટલા દર્દીઓ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en