મોરબીના સિપાઈવાસમાં નોનવેજના ધંધાર્થી પિતા – પુત્ર ઉપર હીંચકારો હુમલો

- text


 

નોનવેજ જમવા આવેલા ચારથી પાંચ શખસોનું કૃત્ય : પાઇપ વડે હુમલો કરી લારીમાં કરી તોડફોડ : ઘાયલ પિતા – પુત્ર ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં

મોરબી : મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેવી સ્થિતિમાં હત્યા, અથડામણ સામાન્ય બની છે ત્યારે આજે રાત્રીના મોરબીના સિપાઈવાસમાં ઈંડાની લારીમાં નોનવેજ જમવા આવેલા શખસોએ પિતા – પુત્ર ઉપર લોખંડના પાઇપથી હીંચકારો હુમલો કરતા બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ગુરુવારે રાત્રીના સમયે મોરબીના સિપાઈ વાસમાં લાખાભાઈની મોગલાઈની નોનવેજ લારીમાં ચારથી પાચ શખ્સો જમવા માટે આવ્યા હતા અને તેઓને તેમની પસંદગી મુજબનું ભોજન આપી દીધા બાદ અચાનક જ આ શખસોએ મોટા પથ્થરનો ઘા કર્યો હતો.

બાદમાં આટલેથી જ નહીં અટકેલા શખસો પૈકીના એક શખ્સે પોતાની પાસેથી લાંબો પાઇપ કાઢી પહેલા ઈંડાની લારીમાં તોડફોડ કરી તવો ઊલાળી ફેંક્યો હતો અને બાદમાં ઇંડાની લારીના સંચાલક પિતા – પુત્ર ઉપર તૂટી પડતા ગંભીર રીતે ઘાયલ પિતા – પુત્રને સારવાર માટે ક્રિષ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

વધુમાં બનાવ અંગે જાણ થતા જ એલસીબી, એસઓજી સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો છે અને હીંચકારા હુમલા અંગે ફરિયાદ.નોંધવા તથા બનાવનું સાચું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.

P

- text