વાંકાનેરમાં ચેલેન્જ ટ્રોફી-૨૦૧૯ સમાપન સમારોહ યોજાયો

વાંકાનેર : વાંકાનેરના શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગત તારીખ ૧૯/૦૧/૨૦૧૯ થી શરૂ થયેલ શહીદ મંજૂરહુશેન પીરઝાદા ચેલેન્જ ટ્રોફી-૨૦૧૯ ઓપન વાંકાનેર T-10 ટેનિસ ક્રિકેટ ટુર્મામેન્ટનો સમાપન સમારોહ તારીખ ૨૭/૦૧/૨૦૧૯ ને રવિવારના રોજ યોજાયેલ

ઉપરોક્ત નોક આઉટ ટુર્નામેન્ટ માં ૧૬ ટીમોએ ભાગ લિઘેલ જેમાં એસ.ઝેડ.ટાઇગર-11 એ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ચેમ્પિય બનીને સમારોહના ચીફ ગેસ્ટ કેસરીદેવસિંહજી (યુવરાજ સાહેબ-વાંકાનેર) ના વરદહસ્તે ચેમ્પિયન ટ્રોફી સ્વીકારી હતી.

આ સમારોહમાં આયોજકો દ્વારા મહંમદજાવિદ પીરઝાદા (ધારાસભ્ય વાંકાનેર), કેસરીદેવસિંહજી (યુવરાજ સાહેબ વાંકાનેર) અને મુશર્રફઅલી સૈયદ જેવા ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકટરોને સન્માન પત્ર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઇરફાન પીરઝાદા, નવઘણભાઈ મેઘાણી (સભ્ય જિ.પં.મોરબી), મોરબી જિલ્લા APO નાકિયા સાહેબ, જિલ્લા વ્યા.શિ.મં. ના ઉ.પ્ર. હુમબલ સાહેબ અને હોકી કોચ વડાવીયા સાહેબ પણ આ સમાપન – વિશેષ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en