મોરબી : ગુજરાતની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમ એક દિવસે, એક સમયે અને એક સરખી રીતે યોજાશે

મોરબી: તારીખ 26 જાન્યુઆરીને શનિવારે ગુજરાતની તમામ રાજપૂત (ક્ષત્રિય) સંસ્થાઓ દ્વારા એક દિવસે, એક સમયે અને એક સરખો વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-મોરબી અને રાજપૂત કરણી સેના-મોરબી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તારીખ 26 જાન્યુઆરીને શનિવારે સવારે 10:30 થી 11:30 “મયુર સ્મૃતિ”, રાજપૂત સમાજ ભવન, લખધીરવાસ ખાતે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના તમામ ભાઈઓ અને યુવાનોને હાજર રહેવા નિવેદન કરાયુંછે.