મોરબીમાં ચાલુ બાઈકે આધેડને હાર્ટએટેક આવતા મોત : ઘટનાનો વીડિયો વાયરલ

- text


હદયરોગના હુમલાના કારણે બાઇક પરથી પડી ગયા બાદ આધેડે ઉભા થઈને પાણી પીધું, બાદમા ફરી બેશુદ્ધ થઈને પડી ગયા

મોરબી : મોરબીમાં ચાલુ બાઈકે આધેડને હદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર કરૂણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે રહેતા એક આધેડ પોતાના એક મિત્ર સાથે બાઇક પર પાછળની સીટ પર સવાર થઈને કોઈ કામ સબબ બહાર જતા હતા. આ દરમિયાન તેઓ લાતિ પ્લોટ ૬ નંબરના ખૂણા પાસેથી પસાર થતા હતા તે વેળાએ તેઓને હદયરોગનો હુમલો આવ્યો હતો. છાતીમાં અત્યંત દુખાવો થતા આધેડ ચાલુ બાઈકે જ નીચે પડી ગયા હતા.

આ દરમિયાન આસપાસના લોકોએ આધેડને બેઠા કરીને તેઓને પાણી પીવડાવ્યું હતું. માત્ર થોડી જ વારમાં આધેડ જાણે કાઇ થયું ન હોય તે રીતે ઉભા પણ થઈ ગયા હતા. ત્યાં થોડી જ ક્ષણોમાં ફરી તેઓ ઢળી પડયા હતા. જેથી લોકોએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ ફરજ પરના તબીબે આધેડને ગંભીર હદયરોગનો હુમલો આવ્યો હોવાથી મૃત થઈ ગયા હોવાનું જાહેર કર્યું હતું.

ચાલુ બાઈકે સર્જાયેલી આ સમગ્ર કરૂણ ઘટના નજીકની એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાદમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text