માળિયાના અપહરણના ગુનામાં નાસતા આરોપીને એસઓજીએ ઝડપ્યો

માળિયા : માળિયા પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે વાંકાનેરના પાડધરા ગામેથી પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસ મથકના અપહરણના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપી અજિત ઉર્ફે અપ્પુ ધનજી સુરાણીને એસઓજીની ટીમે વાંકાનેરના પાડધરા ગામેથી પકડી પાડ્યો હતો. આ સાથે એસઓજીએ અપહરણ થયેલ યુવતીને પણ તેના વાલીપણામાંથી મુક્ત કરાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en