મોરબી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનોની ગુરુવારે નિમણુક

- text


એક માસ પહેલા સમિતિઓની રચના બાદ હવે ચેરમેનોની નિમણુકનો મુદ્દો હાથ પર લેવાયો : મલાઈદાર કમિટીનો કોના પર કળશ ઢોળાશે તેની પર સૌની નજર કેન્દ્રિત

મોરબી : કોગેસની બહુમતી ધરાવતી મોરબી જિલ્લા પંચાયતમાં અગાઉ સમિતિઓની રચના બાબતે મડાગાંઠ સર્જાયા બાદ અસંતુષ્ઠોને રાજીના રેડ કરીને એકમાસ પહેલા સમિતિઓની રચના કરી દેવામાં આવી હતી.ત્યારે હવે આ સમિતિઓના ચેરમેનનોની નિમણુંકનો મુદ્દો હાથ ઉપર લેવાયો છે.અને આવતીકાલે 6 માસથી ગૂંચવાયેલા ચેરમેનોની નિમણુકનું કોકડું ઉકેલાશે.ત્યારે મલાઈદાર કમિટીના ચેરમેનોની નિમણુક મામલે સર્વસંમતિ સધાશે કે જૂથવાદ વકરશે તે જોવાનું રહ્યું.

કોગેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં અગાઉ પ્રમુખની ચૂંટણી વખતે કોગેસમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો હતો અને જિલ્લા પંચાયતના શાસક પક્ષ કોંગ્રેસમાં બે ઉભા ફાડીયા થઈ ગયા હતા. ખાસ કરીને કોગેસના આ બન્ને જૂથોમાં મલાઈદાર કમિતિઓમાં સ્થાન મેવવવા અને ચેરમેન થવા માટે રીતસરની હોડ જામતા છેલ્લા 6 મહિનાથી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચનાનો મુદ્દો ટલ્લે ચડ્યો હતો.ત્યારે એક મહિના પહેલા પ્રમુખ જૂથે નારાજ જૂથના સભ્યોને મલાઈદાર કમિટીઓની લ્હાણી કરીને તેમાં સભ્યપદ આપી દેવાતાં સમિતિઓની રચનાના મુદ્દે સર્વસંમતિ સધાઈ હતી.અને એક મહિના પહેલા જ સમિતિઓની રચના થઈ જતા આવતી કાલે સમિતિઓના ચેરમેનોની નિમણુક કરવાની જાહેરાત કરાઈ છે.અને આવતીકાલે જિ. પ.ની બાંધકામ, કારોબારી, શિક્ષણ, આરોગ્ય, સહકાર, ખેતીવાડી, સિંચાઈ, વગેરે સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે સમિતિઓની રચના બાદ જિલ્લા પંચાયતમાં કોઈ સખડ ડખળ જોવા મળી નથી.જિલ્લા પંચાયતની રાજકીય સ્થિતિ છેલ્લા એક મહિનાથી શાંત છે. ત્યારે ગુરુવારે સમિતિઓના ચેરમેનોની નિમણુક મામલે અગાઉથી કોઈ સોગંઠાબાજી થઈ ગઈ છે કે અને આ મુદ્દે સર્વસમતી સધાશે કે કેમ તે અંગેનું કાલે જ ચિત્ર સ્પષ્ટ થશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text