ટંકારાના નેકનામ નજીક મશીન સાથે માથું ભટકાતા યુવાનનું મોત

ટંકારા : ટંકારાના નેકનામ નજીક ફાયબરના કારખાનામાં મશીન સાથે માથું ભટકાતા યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના નેકનામ નજીક આવેલ મેરીટ ફાયબર નામના કારખાનામાં મશીન સાથે ભટકાતા કિશનભાઈ હસમુખભાઈ કાસુંદ્રા ઉ.વ. ૨૨ રહે. મોટા રામપર, પડધરીવાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે ટંકારા પોલીસે જરુરી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.