મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો પ્રારંભ

- text


મોરબી : મોરબી બાર એસોસિએશનની ચુંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવા માટેની શરુઆત થઇ છે. પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, સેક્રેટરીપદ, જોઇન્ટ સેક્રેટરી પદ અને કારોબારી સભ્યના ત્રણ પદ માટેની ચુંટણીનો કાર્યક્રમ નીચે મુજબ જાહેર થયેલ છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે ૧૪, ૧૫ અને ૧૭/૧૨/૨૦૧૮ સવારે ૧૧ થી ૨ અને ૩ થી ૫ સુધી, ફોર્મ પરત ખેંચવાની તારીખ- ૧૮/૧૨/૨૦૧૮ સમય સાંજે ૫ વાગ્યા સુધી, ફોર્મ ચકાસણી તથા ફાઈનલ યાદી તારીખ ૧૯/૧૨/૨૦૧૮ સમય સાંજે ૪:૪૫ વાગ્યે, મતદાન તારીખ ૨૧/૧૨/૨૦૧૮ સમય સવારે ૧૦:૪૫ વાગ્યે થી બપોરે ૨:૦૦ સુઘી. મતદાન મથક (સ્થળ) મોરબી બાર એસો.રુમમાં રાખવામાં આવેલ છે.

- text

- text