મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મુકેશ ગામીને જસદણ પેટાચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપાઈ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામીને જસદણ પેટાચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના કર્તવ્ય નિષ્ઠ સૈનિક મુકેશભાઈ ગામીને જસદણ પેટાચૂંટણી સંદર્ભે કોઠી તાલુકા પંચાયત બેઠકની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.