મોરબીમાં ટેકાના ભાવે કાચબા ગતિએ મગફળીની ખરીદી : ખેડૂતો લાચાર

- text


3 દિવસ માં 3357 ગુણી મગફળીની ખરીદી : ખેડૂતોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત મુકાયો

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સેમ્પલ લેવાની પદ્ધતિ સામે પ્રથમ દિવસે ખેડૂતોએ વિરોધ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત મૂકીને છેલ્લા ત્રણ દિવસથી મગફળીની ખરીદી થઈ રહી છે અને ત્રણ દિવસમાં ફક્ત 3357 ગુણી મગફળીની ખરીદી થઈ છે જો કે, ધીમી ગતિએ ખરીદીની પ્રકિયાથી ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

- text

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં સરકારનાં ધારા ધોરણ મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે જો કે, પ્રથમ દિવસે મગફળીના મેદાનમાં જ ઢગલો કરી સેમ્પલ લેવાના કંપનીના હઠાગ્રહ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જેથી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મૂકીને છેલ્લાં ત્રણ દિવસ થીમગફળીની ખરીદી કરવામાં આવી રહી છે માર્કેટયાર્ડના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તા.15થી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે અને તા.15 ના રોજ 6 ખેડૂતોની 11070 કિલો મગફળી, તા 16 ના રોજ 36 ખેડૂતોની 75420 કિલો મગફળી અને તા 17 ના રોજ બપોર સુધીમાં 6 ખેડુતોની 14220 કિલો મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

આમ, ત્રણ દિવસમાં 48 ખેડૂતોની 3357 ગુણી એટલેકે એક લાખ કિલોથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી હતી, અત્યાર સુધીમાં એકપણ ખેડૂતની મગફળી રિજેક્ટ થઈ નથી પરંતુ ખેડૂતોમાં એવો કચવાટ છે કે , ખેડૂતો રાતથી મગફળીના ટ્રેક્ટર ભરીને માર્કેટયાર્ડમાં આવી જાય છે પરંતુ ખરીદીની પ્રકિયા ખુબજ ધીમી હોવાથી ખેડૂતોનો વારો આવવમાં ધણો વિલંબ થાય છે આથી ખેડૂતોને મુશ્કેલીઓ પડે છે.

- text