ગરીબોને લાડુ અને ફરસાણનું વિતરણ કરી દિવાળી ઉજવાઈ

- text


જાતે મીઠાઈ તૈયાર કરી વાંકાનેરમાં જીનિયસ ગ્રુપ દ્વારા દિવાળી તહેવારની અનોખી ઉજવણી

વાંકાનેર : વાંકાનેરનું જીનિયસ ગ્રુપના સભ્યો વર્ષ દરમિયાન આવતા બધા તહેવારો અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે,ખાસ કરીને તહેવારો દરમિયાન ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ક્યારેક કપડા, મીઠાઈ, ગિરનારી ખીચડી, પાંવભાજી એમ અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરે છે

દિવાળીના દિવસે ગરીબ બાળકો માટે આ ગ્રુપ દ્વારા ૪૨૦૦ ટોપરાના લાડુ અને ફરસાણ બનાવી બોક્સ પેકીંગ કરી વાંકાનેરમાં આવેલ સ્લમ વિસ્તારમાં જઇ ગરીબ બાળકોને મીઠાઈ અને ફરસાણ નું વિતરણ કરી દિવાળીની મીઠાશ આ બાળકોને આપેલ હતી, આ લાડુ બનાવવામાં જીનિયસ ગ્રુપના મહિલા સદસ્યોએ આખો દિવસ મહેનત કરી આ મીઠાઈ બનાવી હતી અને દિવાળીના દિવસે બપોરથી સાંજ સુધી પોતાના હાથે જ બાળકોને વિતરણ કરેલ હતી.

- text

જીનિયસ ગ્રુપના સભ્યો તહેવારોમાં ખોટા ખર્ચા કરી ઉજવણી કરવાને બદલે જરૂરિયાતમંદ બાળકો સાથે તહેવારોની ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચિંધે છે. જીનિયસ ગ્રુપના સભ્યો માં શીતલબેન અમિતભાઈ શાહ, પલકબેન હાર્દિકભાઈ દોશી, રીનાબેન મહેશભાઈ કટારીયા, મીનાબા હરદેવસિંહ ઝાલા, શ્રુતિ, વંદના, ખુશ્બુ, ખુશાલી, પ્રગતિ, હેમાક્ષી, હેમાલી, અવની, અંકિતા, ચાર્મી, કિંજલ, કાજલ, માનસી, જેનબ બેન, મિતાલી, રાહુલ, ધવલ અને ધ્રુમિલ વગેરે પોતે જાત મહેનત કરી આ બધા મીઠાઈ બનાવે છે અને ઝુંપડપટ્ટીમાં જઈ બાળકોને પોતાના હાથે જ વિતરણ કરે છે.

- text