મોરબીમાં સતસાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

નિદાન, સારવાર, ઓપરેશન, લેબોરેટરી, ઇસીજી, એક્સ રે સહિતની સેવાઓ તેમજ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે

મોરબી : સત-સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ (જનની શિશુ વિભાગ) દ્વારા આવતીકાલે તા. ૨૮ને રવિવારે સવારે ૧૦ થી ૧ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓનું નિદાન, સારવાર, ઓપરેશન, લેબોરેટરી, ઇસીજી, એક્સ રે, તેમજ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પ સાર્વજનીક જનરલ હોસ્પિટલ C/o. આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે યોજાશે.

સેવા યજ્ઞના વિભાગો

૧. જનરલ મેડીસીન વિભાગ
– બી.પી., ડાયાબીટીસ, હૃદયની બીમારી, મગજના રોગ, તાણ
– આચકી, ફેફસાના રોગો, લીવર અને કીડનીના ગંભીર રોગ…

૨. હાડકાનો વિભાગ
– હાડકાના તમામ પ્રકારના રોગ
– કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, સાયટીકા, સંધિવા વગેરે

૩. શસ્ત્રક્રિયા(સર્જરી) વિભાગ
– પેટ, આંતરડા, લીવર, પીતાશય, સ્વાદુપિંડ, કીડની, પ્રોટેસ્ટ તેમજ મળમાર્ગના રોગ

૪. બાળરોગ વિભાગ
– તમામ પ્રકારના બાળરોગ
– બાળકોમાં ભૂખ ન લાગવી, ખોરાક ઓછો હોવો, પેટની તકલીફ, કબજિયાત, લોહી બનવાની, વજન વધવાની વગેરે તકલીફ માટે

૫. સ્ત્રી-પ્રસુતિ વિભાગ
– સગર્ભા માતાની સંપૂર્ણ તપાસ તેમજ સોનોગ્રાફી
– સ્ત્રીઓને લગતા તમામ રોગો

ઓપરેશન વિભાગ

૧. સ્ત્રી રોગ વિભાગ
– ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન
– પ્લાન સિઝેરિયન

૨. સર્જરી વિભાગ
– એપેન્ડીક્ષ
– પેશાબની પથરી
– હર્નિયા (સારણગાંઠ)
– હરસ, મસા, ભગંદર
– હાઈડ્રોસીલ (વધરાવટ)

૩. હાડકાનો વિભાગ
– કોઈપણ હાડકાના ફેકચરના ઓપરેશન
– ૧૫ વર્ષથી નાની વયના બાળકોના પોલીયોના ઓપરેશન

આ કેમ્પ દરમિયાન તદન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જેમાં હોસ્પિટલ, ઓપરેશન, દવા, રીપોર્ટ, એનેસ્થેસિયા દરેક ચાર્જ નિઃશુલ્ક રહેશે, અર્થાત દર્દી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ. વધુ વિગત માટે મો.નં. 9825480212 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.