મોરબીના ચાચાપરમાં વધુ અેક ઘડિયા લગ્ન યોજાયા

- text


 

ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ ટ્રેન્ડનો શુભ સંદેશ આગળ ધપ્યો : લગ્નમાં દેખા – દેખી ખોટા ભભકા બંધ કરી ખર્ચ બચાવવા પ્રેરણાદાયી પહેલની અસર વર્તાવા લાગી

મોરબી : મોરબી પાટીદાર સમાજમાં ઉમિયા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન કરવાની શરૂઆત કરી ભભકાદાર લગ્ન કરવાની પ્રથાને તિલાંજલિ આપી સગાઈ લગ્ન બધું એક જ માંડવે સાદાઈ પૂર્વક કરવાનો નવો ટ્રેન્ડ ચાલુ કરાવ્યો છે જેમા મોરબીનાં ચાચાપર મુકામે અેક યુગલે સગાઈ પ્રસંગે જ પ્રભુતામાં પગલા પાડી સમાજને પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો છે.

તાજેતરમાં મોરબીના જેતપર ગામે યોજાયેલ સમૂહ લગ્નમાં બે યુગલોના ઘડિયા લગ્ન કરવવામાં આવ્યા બાદ ઉમિયા સમૂહ લગ્ન સમિતિ દ્વારા મોરબી તાલુકાના ભડિયાદ અને ઉંચીમાંડલ ગામે ત્રણ યુગલોના સગાઈ વિધિમાં જ સાદાઈ પૂર્વક લગ્ન કરવા પ્રેરણા આપતા વર અને કન્યા પક્ષ દ્વારા આ સુચનને આવકારી ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ સંપ્પન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ચાચાપરના હોથી દિલીપભાઈ તેમજ માતા ઊર્મિલાબેનના પુત્ર ચિંતનભાઈ દિલીપભાઈની સગાઈ મહેન્દ્રનગર નિવાસી જસમતભાઈ સનાવડા તેમજ માતા મધુબેન સનાવડાની પુત્રી કુ. નિપાબેન જસમતભાઈ સનાવડા સાથે સમાજના રિતરસમ મુજબ ચાચાપર મુકામે રાખી રાજીખુશીથી બંને વૈવાઈ સહમત થઈ ટુંકમા સાદાઈથી લગ્ન ગ્રંથીથી જોડાયા હતા અને કંકુપગલાના પ્રસંગમાં જ એકદમ સાદાઈથી સ્નેહીજનોની હાજરીમાં પહેરે કાપડે લગ્ન કરી દેવામાં આવ્યા હતા.

- text

લગ્નમાં ખોટા ખર્ચ અને ભભકાદાર આયોજનો ટાળવા ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ ની જેમ લગ્નપ્રસંગ નિપટાવવા મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના શિવલાલભાઈ ઓગણજા, મનુભાઈ કૈલા, ઈશ્વરભાઈ સબાપરા, મગનભાઈ આઘારા, મનજીભાઈ કાલરીયાએ સમાજને જાગૃત કરવા હાથ ધરેલા આ પ્રયાસો સફળ બની રહ્યા છે પરિણામે આવનાર દિવસોમાં પાટીદાર સમાજમાં શરૂ થયેલ આ નવતર અભિગમ અન્ય સમાજ માટે પણ અનુકરણીય રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ચાચાપરમાં યોજાયેલ ઘડિયા લગ્નમાં કન્યાના મામા બાબુલાલ રૂગનાથભાઈ ભાડજા, મામી રશ્મિબેન બાબુલાલ ભાડજા અને ઉમિયા સમાધાન પંચનું વિશેષ યોગદાન રહ્યું હતું.

આ પ્રસંગે રાજપુત અગ્રણી અને “શ્રી શક્તિ યુવા ગ્રૃપના પ્રમુખ ધરમેન્દ્રસિંહ સોલંકી (કચ્છવાળા) અે પાટીદાર સમાજની આ પ્રેરણાદાયી કાર્યના ભરપેટ વખાણ કરી વરવધુને આશિર્વાદ આપ્યા હતા.

- text