મોરબીમાં ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં નીકળેલ ચાર શરાબી ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે રાત્રે ચાર જુદા – જુદા વાહન ચાલકોને ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ઝડપી લીધા હતા.

જેમાં પ્રથમ બનાવમાં મોરબીના રવાપર રોડ ઉપર બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે કામ કરતો નેપાળી કાંચો નરેશભાઇ ક્રીષ્નાખર જોસી ઉવ.૩૯ ધંધો વોચમેન રહે.રવાપર રોડ રવાપર રેસીડેન્સી જમના એપાર્ટમેન્ટ મોરબી મુળ-નેપાળ વાળો દારૂ પી જુમ બરાબર જુમ હાલતમાં એક્ટિવા લઈને નીકળતા પોલીસે વજેપર નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.

જ્યારે દીલીપભાઇ ઉર્ફે દીલો ચમનલાલ જીંજુવાડીયા ઉ.વ.૨૭ રહે.મોરબી રણછોડનગર શીવમંદીર ની સામે મુળરહે.કાલીકા પ્લોટ સતવારા બોર્ડીગ સામે મોરબીવાળાને હોન્ડા સાથે પીધેલો પકડ્યો હતો.

- text

આ ઉપરાંત પ્રદીપભાઇ નટુભાઇ ગોજારીયા, ઉ.વ.૨૨ રહે.અમરેલી બસસ્ટેન્ડ રોડ આઇ.ટી.આઇ.સામે પ્રોફેસર સોસાયટી વાળાને સ્વીફ્ટ કાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને મેહુલભાઇ કિશોરભાઇ પરમાર, ઉવ ૧૯ રહે ત્રાજપર ચોરા પાસે વાળાને પણ ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં પકડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text