મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવના મેગા ફાઇનલમાં ખેલૈયાઓ નો ઉત્સાહ આસમાને આંબ્યો

- text


મેગા ફાઇનલ વિજેતાઓને સોના – ચાંદીના આભૂષણો અને લાખેણાં ઇનામો : ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો ખાસ મહેમાન બન્યા

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી આયોજિત સંકલ નવરાત્રી મહોત્સવના મેગા ફાઇનલમાં ગઈકાલે ખેલૈયાઓએ સવારે ચાર વાગ્યા સુધી અવિરત દાંડિયારાસ લઈ કૂકડા બોલાવ્યા હતા અને અંતે વિજેતાઓને લાખેણા ઇનામ વિતરણ બાદ સંકલ્પ નવરાત્રી મહોત્સવ ૨૦૧૮ સંપ્પન કરવામાં આવ્યો હતો.

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે યોજાતા મોરબીના એકમાત્ર સર્વધર્મ સમભાવની ભાવના સાથેના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે મેગા ફાઇનલ યોજવાનો હોય ખેલૈયાઓ અદભુત ઉત્સાહ સાથે મેદાનમાં ઉતાર્યા હતા અને સવારે ચાર વાગ્યા સુધી ગરબે ઘૂમી નિર્ણયકોને પણ વિમાસણમાં મૂકી દીધા હતા.

- text

ગઈકાલે યોજાયેલ સંકલ્પ નવરાત્રી મહોત્સવના મેગા ફાઇનલમાં યંગ પ્રિન્સ તરીકે કવૈયા પ્રકાશ દેવચંદભાઈ, યંગ પ્રિન્સેસ તરીકે સોમૈયા છાયા કાંતિલાલ, લિટલ પ્રિન્સ તરીકે પટેલ નિસર્ગ કલ્પેશભાઈ અને લિટલ પ્રિન્સેસ તરીકે રાણપરા કિનલ જીજ્ઞેશભાઈ વિજેતા જાહેર થતા વિજેતાઓને સોના – ચાંદીની ભેટ, રોકડ ઉપરાંત અનેક પારિતોષિક ભેટ આપવામાં આવ્યા હતા.

સંકલ્પ મેગા ફાઇનલમાં ગઈકાલે મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમા સર્વશ્રી અનિલભાઈ વરમોરા, મહેશભાઈ ભોરણીયા, અમિત દેથારીયા, પ્રાણજીવનભાઈ કાવર, કપિલ ફુલતરિયા, પીયૂષભાઈ કોરડીયા, સ્થાનકવાસી જૈન સમાજના હસુભાઈ દોશી, જે.પી.જવેલર્સ વાળા સંજયભાઈ અને મોંટુભાઈ શેઠ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે સંકલ્પ નવરાત્રીના સફળ આયોજનના સહભાગી બનેલા ઓરકેસ્ટ્રા સ્ટાફ, સ્વયંસેવકો અને સિક્યુરિટીગાર્ડને પણ આયોજકો દ્વારા સન્માનીત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

 

- text