મોરબી તાલુકા, એડીવીઝન અને મહિલા પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજન કરાયું

પીઆઇ,પીએસઆઇ અને સ્ટાફગણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન

મોરબી : મોરબી શહેરમાં આજે તાલુકા પોલીસ મથક, એ-ડિવિઝન પોલીસ મથક અને મહિલા પોલીસ મથક ખાતે શાસ્ત્રોક્ત વિધિથી દશેરા પર્વ પ્રસંગે ભુદેવની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું।

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ગઈકાલે શસ્ત્રપૂજન કરાયા બાદ આજરોજ મોરબીના તાલુકા પોલીસ મથક ખાતે પીએસઆઇ એસ.એ.ગોહિલ તેમજ સ્ટાફગણ દ્વારા વિધિ વિધાન પૂર્વક શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું એ જ રીતે મોરબી એડીવીઝન અને મહિલા પોલીસ મથક ખાતે પીઆઇ આર.જે.ચૌધરી,પીએસઆઇ એમ.વી.પટેલ અને મહિલા પોલીસ મથકના પીએસઆઇ એ.એમ.રાવલ તથા સ્ટાફગણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજ્બ પંડિતજીની હાજરીમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.