મોરબીની યુવતીએ બનાવી સંકલ્પ નવરાત્રી મહોત્સવની ખાસ વિડીયો સ્ટોરી

- text


મોરબીના નવરાત્રી ક્લચરને યુ ટ્યુબ ચેનલ મારફતે વિશ્વ સમક્ષ મુકવા કર્યો પ્રયાસ

મોરબી : હાલ નવરાત્રીના અંતિમ ચરણમાં ખેલૈયાઓ મનમુકીને ઝૂમવા થનગની રહ્યા છે ત્યારે મોરબીની યુવતીએ મોરબીના આંગણે સર્વધર્મ સમભાવની ભાવના સાથે યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવને કચકડે કંડારી પોતાની યુ ટ્યુબ ચેનલ મારફતે વિશ્વ સમક્ષ મુકવા પ્રયાસ કરી મોરબીના નવરાત્રી ક્લચરને હાઈલાઈટ કરવા પ્રયાસ કર્યો છે.

- text

મોરબીમાં રહેતી અમિષા રાચ્છ નામની યુવતી પોતાની યુ ટ્યુબ ચેનલ હેન્ડલ કરે છે જેમાં અવનવા ડાન્સ સ્ટેપ્સ અને નવરાત્રીના ગરબા શીખવતા અનેક વિડીયો તેણીએ અપલોડ કરી મોટી સંખ્યામાં ફોલોઅર્સને પોતાની ચેનલ સાથે જોડવામાં સફળ થી છે. અમીષાએ પોતાની યુ ટ્યુબ ચેનલ મારફતે મોરબીમાં નવરાત્રી ક્લચરને વિશ્વ સમક્ષ મુકવા પ્રયાસ કર્યો છે જેમાં ખાસ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ કે જેમાં માં શક્તિની આરાધના સાથે દેશભક્તિને પણ એટલું જ મહત્વ અપાતું હોય ખુબ જ પ્રભાવિત થઇ આ બાબતની સ્પેશિયલ વિડીયો સ્ટોરી બનાવી છે જેને વિશ્વભરમાંથી અનેક લાઇક્સ મળી રહી હોય અમીષાના ઉત્સાહમાં વધારો થયો છે. અમિષા રાચ્છનો આ ખાસ વિડીયો જોવા ક્લિક કરો આ લિંક ઉપર

- text