મોરબી : નટરાજ ફાટક નજીક વિકરાળ આગ

જીઈબી ઓફીસ પાસે ભંગારના ડેલામાં આગ લાગ્યાના અહેવાલ : ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે

મોરબી : મોરબીના નટરાજ ફાટક નજીક ભંગારના ડેલામાં વિકરાળ આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે, ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગ ભયંકર છે અને હાલમાં ત્રણ ફાયર ફાયટર ઘટના સ્થળે મોકલાયા છે. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આગનો વિડિઓ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.