અમેરિકાના સિઆક એક્સપોમાં ટોરસ ટાઇલ્સ છવાયું

ટોરસ ટાઇલ્સ પ્રા.લિમિટેડના ડિસ્પ્લેમાં અદભુત ડિઝાઈનર ટાઇલ્સ કલેક્શન નિહાળી ઇન્ડીયન એમ્બેસડર મુક્તેશ પરદેશી અભિભૂત

મોરબી : લેટિન અમેરિકાના મેક્સિકોમાં યોજાયેલ સિઆક એક્સપોમાં મોરબીની ૨૦થી વધુ સિરામિક કંપનીઓએ ડિસ્પ્લે ગોઠવ્યું છે ત્યારે આ એક્ઝિબિશનમાં ટોરસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડનું અદભુત ડિઝાઈનર કલેક્શન આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે અને ઇન્ડિયન એમ્બેસેડર મુકતેશ પરદેશીએ ખાસ ટોરસ ટાઇલ્સ પ્રા.લી.ના ડિસ્પ્લેની મુલાકાત લઈ ડિરેક્ટરો સાથે ગહન ચર્ચા વિચારણા પણ કરી હતી.

લેટિન અમેરિકામાં યોજાયેલ સિઆક એક્ઝિબિશન અંગે મોરબી ટોરસ ટાઇલ્સ પ્રા.લી.ના કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે મેક્સિકોમાં મોરબીના સિરામિક ઉત્પાદનોની વિશેષ ડિમાન્ડ છે, જેથી અમારી વિવિધ ડબલ ચાર્જ પ્રોડક્ટની વિશાળ રેન્જ સાથે એક્સપોમાં ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યું છે આ એક્સપોમાં કંપનીના જીગર પટેલ તેમજ ગ્રેવીટી સીરામીક અને ફિઝન માર્કેટિંગના પ્રદીપ કાવઠીયા ફોરેન એક્સપોર્ટ માર્કેટ સંદર્ભે મેક્સિકોમાં છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ઇન્ડીયન પેવેલીયન ઉદઘાટન માટે પધારેલ ઇન્ડીયન એમ્બેસડર મુક્તેશ પરદેશી, કોમર્શિયલ હેડ અશ્વીની કુમાર, ટ્રેડ પ્રમોસન કાઉન્સીલ ઓફ ઇન્ડીયા ના જોઇન્ટ ડાયરેક્ટર જનરલ સુરેશકુમાર મખીજની, ફરાજખાન સહિતના અગ્રણીઓએ ટોરસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિસ્પ્લેની વિશેષ મુલાકાત લીધી હતી અને ટોરસ ટાઇલ્સનું અદભુત કલેક્શન નિહાળી પ્રભાવિત થયા હતા તેમજ મેક્સિકોમાં આવી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટની ડિમાન્ડ અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટોરસ ટાઇલ્સ પ્રા.લી. પોતાના ૬૦૦ × ૬૦૦ અને ૮૦૦ × ૮૦૦ સાઈઝ કેટેગરીમાં ડબલ ચાર્જમાં મોનોપોલી ધરાવે છે ઉપરાંત પોતાના ઉત્કૃષ્ઠ ઉત્પાદનો ફોરેન ગ્રાહકોને ધ્યાને લઇ ઉત્પાદિત થતા હોય એક્સપોર્ટમાં ખૂબ જ ડિમાન્ડ રહેતી હોવાનું જણાવી અન્ય સિરામિક પ્રોડકટ માટે પણ કંપની દ્વારા મોટાપ્રમાણમાં નિકાસ કરવામાં આવી રહી હોવાનું કિશોરભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું.