વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે ગરબીનું આયોજન

વાંકાનેર : વાંકાનેરમાં આવેલ સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિરે નાની દીકરીઓ માટે વિશેષ રૂપે દર વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ત્રીજા નોરતે મહાલક્ષ્મીજીની સવારી, પાંચમાં નોરતે માં મેલડીની સવારી અને આઠમા નોરતે માં ખોડીયારની સવારીનું આયોજન કરેલ છે આ ગરબી નો સમય સાંજે ૫ થી ૮ રાખવામાં આવેલ છે આ માતાજીની સવારી નો લાભ લેવા વાંકાનેરની ધર્મપ્રિય જનતાને ગાયત્રી શક્તિપીઠ ના અશ્વિનભાઈએ આમંત્રણ પાઠવ્યું છે