મોરબી પીએનજી ગેસના ભાવ વધારા મુદ્દે દિલ્હીમાં રજૂઆત

- text


સીરામીક એસોશિએશન દ્વારા પેટ્રોલિયમ ગેસ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીને રજૂઆત : પીએનજીઆરબીના ચેરમેનનું હકારાત્મક વલણ

મોરબી : ગેસના ભાવવધારા સહિતના અનેક પ્રશ્નોને કારણે મોરબીના સિરામીક ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આ મુદ્દે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સીરામીક એસો.ના હોદેદારોએ દિલ્હી ખાતે પેટ્રોલિયમ ગેસ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીને રજૂઆત કરી હતી અને પીએનજીઆરબીના ચેરમેને રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.

- text

દિલ્હી ખાતે રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા , કિશોરભાઇ ભાલોડીયા, નિલેષ જેતપરીયા , કીરીટભાઇ પટેલ તેમજ એશોસીઍસનના હોદેદારો ભરત વરમોરા ,વિજયભાઇ પટેલ , મનસુખભાઇ કૈલા ,પ્રદિપ કાવઠીયા સાહિતનાએ ગેસ ભાવવધારા સહિતના અનેક પ્રશ્નો અંગે પેટ્રોલિયમ ગેસ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીને રજૂઆત કરી હતી જે અનુસંધાને
પીએનજીઆરબીના ચેરમેન ડી.કે.શરાફે રજુઆત મામલે હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો.

- text