મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા પદયાત્રીઓ માટે મોબાઈલ સેવા કેમ્પનો શુભારંભ

માતાના મઢે જતા પદયાત્રીઓને તા. ૯ સુધી મોબાઈલ વાન મારફતે વિશેષ સુવિધાઓ પાડવામાં આવશે

મોરબી : મોરબીના ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પદયાત્રીઓ માટેના મોબાઈલ સેવા કેમ્પનો શુભારંભ થયો છે. જેમાં મોબાઈલ વાન મારફતે પદયાત્રીઓને વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ કેમ્પની પુર્ણાહુતિ તા.૯ના રોજ થશે.

મોરબીના ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ગત શનિવારે માતાના મઢે જતા પદયાત્રીઓ માટેના મોબાઈલ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોબાઈલ વાન મારફતે પદયાત્રીઓને લીંબુ સરબત, ચા, છાસ, પાણી, જરૂરી દવા તેમજ માલિશ કરવા માટેની સામગ્રી પુરી પાડવામાં આવી રહી છે. આ મોબાઈલ વાનમાં ૧૦ કાર્યકરોની ટીમ સેવાર્થે રાખવામાં આવી છે.

આ મોબાઈલ સેવા કેમ્પની પુર્ણાહુતી તા. ૯ના રોજ થશે. કેમ્પના દાતા તરીકે સંજયભાઈ ઘડીયાળી અને સોનલબેન અશોકભાઈ જોશી રહ્યા છે. તેમ કલબના સેક્રેટરી ભાવેશભાઇ દોશી અને પ્રમુખ હર્ષદભાઈ ગામીની યાદીમાં જણાવાયું છે.