મોરબી કરણી સેના દ્વારા નખત્રાણા પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી : માતાના મઢ આશાપુરા જતા પદયાત્રીઓ માટે મોરબી જિલ્લા કરણી સેનાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા (વિરપરડા) તથા આશાપુરા ગ્રુપ મોરબી દ્વારા નખત્રણા ગામ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઇ રહ્યા છે.

આ કેમ્પમાં માતાના મઢ જતા પદયાત્રીઓ ને પ્રસાદી નો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.તેમજ પદયાત્રીઓ ને રસ્તામાં ફસ્ટએડ જેવી પ્રાથમિક જરૂરિયાત માટે અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 96246 22222 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.