ગેસના ભાવમાં તોતિંગ વધારો થતાં સીરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગવાની દહેશત : ધારાસભ્ય મેરજા

- text


ગેસ પાઈપલાઈનનું ખાતમુહૂર્ત કરતી વખતે ગુજરાત સરકારે રૂ. ૧૩ માં ગેસ મળશે તેવું ડંકાની ચોટ ઉપર પ્રલોભન આપ્યું ‘તું : એક વર્ષમાં ગેસમાં અધધધ ૪૪ ટકાનો ભાવ વધારો

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસમાં એક વર્ષમાં ૪૪ % જેટલો ભાવ વધારો ઝીકી દેતા મૉરબીનો સિરામિક ઉદ્યોગ કે જે આર્થિક મંદી સામે ટકકર ઝીલી રહ્યો છે તે આ કમરત્તોડ ભાવ વધારાથી ભાંગી પડશે. એક બાજુ મોરબી વિસ્તારમાં વરસાદ ખેચાયો છે, અછતની પરિસ્થિતિ ઉભી થઈ છે, ખેતી અને ગામડુ ભાંગતું જાય છે. ત્યારે ખેડૂતોના દિકરાઑ સિરામિક ઉદ્યોગ ઉપર રોજગારી મેળવવા નિર્ભર બની રહયાં છે. ત્યારે આ ઉદ્યોગ ટકાવવો ખૂબ જરૂરી છે. મૉરબીનો બાંધકામ ઉદ્યોગ પણ ખૂબ ધીમો પડી ગયો છે. ત્યારે શહેરની પ્રજા પણ બાંધકામ ઉદ્યોગના વિકલ્પે રોજગારી માટે સીરામીક ઉદ્યોગ તરફ નજર ઠેરવીને બેઠા છે તેમાં પણ હતાશા આવી જશે. તેમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

વધુમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે સને. ૨૦૧૨ માં વિધાનસભાની ચુંટણી ડૉકાત્તી હતી ત્યારે ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રીએ મોરબીના સિરામીક ઉદ્યોગને હથેળીમાં ચાંદ દેખાડેલો. ગેસ પાઈપલાઈનનું ખાતમુહૂર્ત કરતી વખતે ગુજરાત સરકારે રૂ. ૧૩ માં ગેસ મળશે તેવું ડંકાની ચોટ ઉપર પ્રલોભન આપેલુ. પરંતુ પાછળથી આ ભાવ વધારો સિરામિક ઉદ્યોગ માટે ઉતરોતર વધુને વધુ વધારીને સિરામિક ઉદ્યોગ પર અબજોનું આર્થિક ભારણ ઝીકી દીધુ છે. જે તે વખતે સિરામિક ઉદ્યોગકારો પણ તત્કાલીન સરકાર ઉપર આફરીન હતા. ચાંદીના ત્રીકમ દ્વારા ગેસ પાઈપલાઈનનું ખાતમુહૂર્ત કરાવવાનું આ ઉદ્યોગકારોનું ઉદાર વલણ અત્યારે ખુદ તેના ઉદ્યોગને કેવી કફોળી પરિસ્થિતિમાં સરકારે મુકી દીધા છે. તે જોતા સૌનું હ્રદય દ્વવી જાય છે.

- text

બ્રિજેશ મેરજાએ ઉમેર્યું કે સૌ કોઈ જાણે છે કે સિરામિક ઉદ્યોગ એ મોરબીની વૈશ્વિક ઓળખ બની ચૂકયો છે. એટલું જ નહિં આ સિરામિક ઉદ્યોગમાં અનેક નાનામૉટા ભાગીદારોએ પોતાની મરણમૂડી આ ધંધામાં રોકીને આપબળે સિરામિક ઉદ્યોગને ઉભો કર્યો છે. તેને આ રીતે ગેસના ભાવમાં તોનિંગ ભાવ વધારો કરીને ૪૦ રૂ. સુધી લઈ જવો એ તો આ સિરામિક ઉદ્યોગનો મૃત્પુઘંટ વગાડી દેશે એવી દહેશત વ્યક્ત કર્યા વગર રહી શકાતુ નથી. આ સિરાયિક ઉદ્યોગ સાથે સંકળાયેલા કાગળના બોકસ ઉદ્યોગ, પૂરક કેમિકલ ઉદ્યોગ, [ફેટ ઉદ્યોગ સહિત અનેક ઘંધાઓ કે જે સિરાયિક ઉદ્યોગ પર નિર્ભર છે એ ભાંગી પડશે. પરિણામે મોરબી પંથકના હજારો પરિવારો કે જે સિરાયિક ઉઘોગમાંથી રોજગારી મેળવે છે તેમનો ચુલો પણ બંધ થઈ જશે. લાખો લોકોની રોજી રોટી છીનવાઈ જશે.

પેટ્રોલ, ડિઝલ, ઓઈલ અને રાધણગેસના ભાવ વધારાચીં પીસાઈ રહેલ પ્રજા સિરામિક ઉદ્યોગમાંથી રોજગારી મેળવવા માંગે છે, તે પણ સિરામિક ઉદ્યોગ તુટી પડવાથી નીરાશ થઈ જશે. જીએસટીનું ઉચા સ્લેબનું કરભારણ સિરામીક ઉદ્યોગ ભોગવી રહ્યું છે, ત્યારે ગેસમાં ભાવ વધારાનું આ બેવડુ ભારણ સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો આપશે. તે જોતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગુજરાત સરકારને તાકીદે પત્ર પાઠવી એવી ઉગ્ર માંગણી કરી છે કે મોરબીના વિશાળ હિતને ધ્યાને લઈ સીરામીક ઉદ્યોગને ભાંગતો અટકાવવા અને મંદી સાથે ઝઝુમત્તા સિરામિક ઉદ્યોગને ઉગારવા અને લાખો લોકોને બેરોજગારીના ખપ્પરમાં હૉમી દેતા અટકાવવા તાકીદે ગેસનો ભાવ વધારો પાછો ખેંચી લેવો જોઈએ.

- text