મોરબીમાં શિયાળાની છડી પોકારતી ધૂમમ્સ છવાઈ

- text


૧૦૦ મિટર દૂર દેખાઈ નહિ તેવું ગાઢ ધૂમમ્સ છવાયું હતું 

મોરબી : મોરબીમા શિયાળાના આગમનની છડી પોકારતી ગાઢ ધૂમમ્સ છવાઈ જતા ૧૦૦ મીટર દૂર જોઈ શકાય નહીં તેવું વાતાવરણ સર્જાયું હતું પરિણામે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

- text

ચાલુ વર્ષે મેઘરાજા માનમૂકીને વરસ્યા નથી ત્યારે છેલ્લા હાથિયા સહિતના નક્ષત્રોમાં ખેડૂતો એકાદ વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે પરંતુ કુદરતે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની છડી પોકારી દેતા આજે મોરબીમાં ગાઢ ધૂમમ્સ છવાઈ જતા હબી વરસાદની આશા પર પાણી ફરી વળ્યું છે.

જો કે, અનુભવી બુજુર્ગો ના મતે આ ધૂમમ્સ નહિ પણ મેઘરવો કહેવાય અને હજુ પણ વરસાદની આશા જીવંત હોવાનું જણાવ્યું હતું.

- text