અમેરિકા અને ચીનના ટ્રેડ વોરમાં મોરબી સીરામીક ઉદ્યોગને મોટો ફાયદો !

- text


અમેરિકામાં ચાઇનાની સીરામીક પ્રોડકની જંગી આયાત : આયાત ડ્યુટી વધતા મોરબીને જબરો ફાયદો થવાના ઉજળા સંજોગો

મોરબી : આફ્તમાં પણ આવસર શોધી લે તે સાચો ગુજરાતી, આ કહેવત મુજબ હાલમાં અમેરિકાએ ટ્રેડવોરમાં ચાઇનાથી અમેરિકામાં આયાત થતી ચીજવસ્તુઓ ઉપર જંગી આયાત ડ્યુટી લાદતા ચીનની આ આફ્ટનો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો મળી શકે તેમ છે, આથી જ મોરબી સિરામિક એસોસિએશન હરકત મા આવ્યું છે અને આ તકને ઝડપી લેવા અમેરિકામાં સિરામિક પ્રોડકટનું માર્કેટિંગ કરવા ખાસ રણનીતિ ઘડવામાં આવી રહી છે.

મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા જણાવ્યા મુજબ વર્તમાન સ્થિતમા વૈશ્વિક માર્કેટમા મોરબીની સિરામીક પ્રોડકટના એકસ્પોર્ટ માટેની ઉત્તમ તકો રહેલી છે કારણ કે, ડોલરની મજબૂતાઇથી મોરબીની ટાઇલ્સના ભાવ ચાઇના સામે સારી રીતે મેચ થાય છે અને સિરામીક પ્રોડકટમા અમેરિકાના માર્કેટમા સૌથી વધુ ઇમ્પોર્ટ ચાઇનાથી થાય છે.

આ સંજોગોમાં મોરબીની સિરામીક પ્રોડકટની કવાલીટી ચાયનાથી ખૂબ સારી હોવા ઉપરાંત અમેરિકા – ચાઇના વચ્ચે ચાલતી ટ્રેડવોરમા અમેરિકાએ ચાઇના ઉપર વધુ ડ્યુટી લાદી હોય અત્યારે અમેરિકા માર્કેટને ફોકસ કરી ને એકસ્પોર્ટ વધારવા માટે જે ઉત્તમ તકો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

- text

વિશેષમાં નિલેશભાઈએ ઉમેર્યું હતું કે જો, મોરબીનો સિરામિક ઉદ્યોગ આ તક ઝડપી લે તો અત્યારે મોરબીની જે ડીમાન્ડ અને સપ્લાયના રેશીયામા જે પણ ૧૦ થી ૧૫ % એકસ્ટ્રા ઉત્પાદન છે તેને આરામથી આ માર્કેટમા સમાવી શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે મોરબીની સિરામિક પ્રોડક્ટને અમેરિકામાં પ્રમોટ કરવા આગામી સમયમાં અમેરિકાના જુદા – જુદા શહેરોમાં રોડ શો યોજી અને મોરબીના સિરામીક ઉધોગને ત્યાં સુધી પહોંચાડવા માટે પણ સિરામિક એસોસિએશન પ્લાનિંગ કરી યુ.એસ. માર્કેટને ટાર્ગેટ કરવા માર્કેટીંગ માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે.

ઉપરાંત મોરબી સિરામીક એશોસિએશનની પ્રમોસન ટીમ અમેરિકામાં માર્કેટિંગ માટે સ્પેશિયલ પ્લાનિગ કરવા પણ તૈયારી કરશે જેના માટે કેન્દ્ર સરકાર તેમજ ભારતીય રાજદૂતોનો સંપર્ક કરી આગામી સમયમાં અમેરિકામા યોજાનાર એક્ઝિબિશનમા પણ મોરબી સિરામીક એશોસીએસન પેવેલીયન રાખી પ્રમોશન કરી વિશ્વના સૌથી મોટા માર્કેટમા પહોંચવા તમામ પ્રયત્નો કરી મોરબીની પ્રોડકટને અમેરિકાના માર્કેટમાં પહોંચાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી, અને આ માટે સ્પેશિયલ ટીમો તૈયાર કરી આ સુવર્ણ તકમા વેપારની જે તકો છે તેને ઝડપવા એસોશિએશન બધી જ રીતે મેમ્બરો ને મદદ કરી ડીમાન્ડ સપ્લાયને કંટ્રોલ કરવા પ્રયત્નશીલ હોવાનું નિલેશભાઈએ અંતમાં જણાવ્યું હતું.

 

- text