હળવદની શાળામાં અટલજીની ઉતરક્રિયાના દિવસે તિથી ભોજન પીરસાયું

- text


હળવદ : વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ઉત્તરક્રિયાના દિવસે હળવદની ડી.વી.પરખાણી પે.સે. શાળા નં.૭ ખાતે તીથી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.વી.પરખાણી શાળાના ૪૭પ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. અને ઉત્તરક્રિયાના દિવસે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી શ્રધ્ધેય અટલજીને શ્રધ્ધાંજંલિ અર્પણ કરી હતી.

- text

આ પ્રસંગે શ્રધ્ધેય અટલજીના વિચારો જેમને પચાવી જાણ્યા છે તેવા હળવદના સ્વ. ચંદુભાઈ જાનીના પરિવારની પ્રેરક પ્રેરક ઉપસ્થિતિમાં વિજયભાઈ જાની તથા પરિવારના હસ્તે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. તો સાથોસાથ ગાયોને ખોળ ખવડાવી જીવદયાનું કાર્ય પણ કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમના દાતા વાજપેયીના ચાહક અને આ શાળાના મદદનીશ શિક્ષક ઘનશ્યામભાઈ દેથરીયા રહ્યા હતા. શાળાના ઘનશ્યામભાઈ દેથરીયાએ શાળા પરિવાર તરફથી જાની પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ, શાળાના શિક્ષકો તથા સીઆરસી જીજ્ઞેશભાઈ દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી.

 

- text