મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ટીડીઓની નિમણુંક

- text


રાજ્યના ૬૫ અજમાયશી ટીડીઓને સ્વતંત્ર ચાર્જ સોંપાયો

મોરબી : રાજ્યભરમાં નવા ૬૫ તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેરમાં પણ ખાલી પડેલી જગ્યાએ તાલુકા વિકાસ અધિકારીઓની નિયુક્તિ થઈ છે.

- text

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે રાત્રે રાજ્યના ૬૫ જેટલા અજમાયશી તાલુકા વિકાસ અધિકારીઓને સ્વતંત્ર રીતે કામગીરી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ચિટનિશ કમ તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલની મોરબી તાલુકા વિકાસ અધિકારી તરીકે, અમરેલી જિલ્લા પંચાયતના ચિટનિશ કમ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ માલદેસાઈ તરખાલાની ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરીકે અને મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રયોજના અધિકારી વિમલકુમાર ખેંગારભાઈ ગઢવીની વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આ સાથે મોરબી જિલ્લા પંચાયતના ચિટનિશ કમ તાલુકા વિકાસ અધિકારી મીરા જીતેન્દ્રભાઈ સોમપુરાની લોધિકા તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- text