ટંકારા નજીક છકડો રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત : બે વિદ્યાર્થી સહિત ચારને ઈજા

ટંકારા : ટંકારા ના રાજકોટ રોડ પર આજે બપોરે એક વાગ્યે ધારેશ્ર્વર કોટન સામે રાજકોટ જતી મોટર કાર નં જી. જે. ૩ ડિ. જી ૩૭૮૩ સામે થી આવતા છકડા રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલક પ્રવિણ રતાભાઈને ઇજા પહોંચી હતી તો કારમાં સવાર ભાવેશ રાજપરા ને માથા ના ભાગે લાગતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ ખસેડવામાં આવ્યા છે આ કારમાં ગામડા થી ટંકારા એમ. પી દોશી વિધાલય મા અભ્યાસ કરવા આવતા રાઠોડ રોહિત અને રાઠોડ જય નિશાળે થી છુટયા બાદ ધરે જવા ગાડીમાં લીફ માગી હતી અને રસ્તા મા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે આ ભુલકા ને ભારે ઈજા પહોંચી ન હતી.