મગફળીકાંડ બાદ નાફેડના ચેરમેનનું રાજીનામું માંગવામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓનુ ભેદી મૌન

- text


વાયરલ થયેલ ઓડીયો ક્લિપ મા બોસ ને બધી ખબર છે નો ઉલ્લેખ તો આ બોસ કોણ ?

ટંકારા : સમગ્ર રાજયમા ચકચારી મગફળીકાંડ મા રોજ નવા ધસ્ફોટ થઈ રહા છે, પેઢલા કૌભાંડમા નાફેડના ચેરમેન બોડાના ભત્રીજાની સંડોવણી છતી થયા બાદ આ મુદ્દે ખેડુતોમા ભારે રોષ ફેલાયો છે તો ગઈ કાલે જેતપુર પોલીસ દ્વારા રોહીત બોડા ના ધર લખધીરગઢ ખાતે તપાસ હાથ ધરી હતી અને કેસ ને લગતા પુરાવા પણ હાથ લાગ્યાનુ સામે આવ્યુ છે છતાં નાફેડના આકા વિરુદ્ધ ભાજપ કે કોંગ્રેસના નેતાઓ દ્વારા હરફ સુધ્ધાં ઉછરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે.

ટેકાના ભાવે ખરીદાયેલ મગફળી કૌભાંડમાં મગન અને માનસિંગ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થઇ ગયા બાદ વધુ શંકા ઉદભવે છે કે નાફેડના આશીર્વાદ વગર આટલું મોટું કૌભાંડ શક્ય નથી, પોલીસ ફરીયાદ પહેલા મગન જે રીતે હવાતિયાં મારી આ મામલો રફેદફે કરવા મથી રહ્યો છે જેમા માનસિંગ નાફેડમા ફોન કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આમા નાફેડ અજાણ્યા હોવાનું જણાવે છે એવુ મગન બોલ્યો હતો કે આ રોહીતનો રોજ ફોન આવે છે ઠેકડા મારે છે એને બીજી ખબર ન હોય તેના બોસ એકને જ ખબર હોય તેવુ સ્પષ્ટ બોલે છે ત્યારે આ બોસ કોણ તે મોટો સવાલ છે.

- text

આ સંજોગોમાં ભારે ચર્ચા જગાવનાર કોંગ્રેસ અને ભાજપના નેતા નાફેડના ચેરમેન નુ રાજીનામું માગવામાં લાજ કાઠી રહયા છે, ધારદાર ભાષા માટે જાણીતા ધારાસભ્ય અને જીલ્લા ભાજપ કેમ ચુપ છે તેવા વેધક સવાલો હવે ખેડુતો કરી રહ્યા છે.

જો કે આ મામલો ગંભીર ગણી નૈતિક જવાબદારી સ્વીકારી વાધજી બોડા એ રાજીનામું આપી દેવુ જોઈએ એવુ ઈમાનદાર લોકો અને ટંકારા પંથકના ખેડૂત અગ્રણીઓ જણાવી રહ્યા છે.

- text