હળવદના શિવપુરમાંથી ૧૧ બોટલ દારૂ અને છરી સાથે શખ્સને ઝડપી પાડતી એસઓજી

- text


મોરબી : મોરબી એસઓજીએ હળવદના શિવપુર ગામેંથી રૂ. ૩૩૦૦ની કિંમતના ૧૧ બોટલ વિદેશી દારૂના જથ્થા અને છરી સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીએસઓજી પીઆઇ એસ.એન સાટી ની ટીમના ભરતસિંહ ડાભીને મળેલ ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના શિવપુર ગામના સમશાન નજીક થી આરોપી અજય ઉર્ફે અજ઼લોં રૂઈડભાઈ જેતપરા ઉ.વ.૧૯ રહે. માથક પ્લોટ વિસ્તાર તા.હળવદ જી.મોરબી વાળા ને વિદેશી દારૂની ૧૧ નંગ બોટલ કિંમત રૂપિયા ૩૩૦૦/-તથા છરી ,મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૫૮,૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. હળવદ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરવામાં આવી છે.

- text