મોરબીના ધરમપુરમાં પથ્થરોની ખાણમાં થતા બ્લાસ્ટીંગથી ગ્રામજનો ત્રસ્ત

- text


અનેકવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ નિવેડો ન આવ્યો : રહેણાંક વિસ્તારની સાવ નજીક જ બ્લાસ્ટીંગ થતુ હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ

મોરબી : મોરબીના ધરમપુર ગામમાં રહેણાંક વિસ્તારોની તદ્દન નજીક આવેલી પથ્થરોની ખાણમાં બ્લાસ્ટીંગ થવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે આ અંગે ગામના સરપંચે અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં તંત્ર સમક્ષ ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.

મોરબી તાલુકાના ધરમપુર ગામમાં ૧ કિમીની ત્રીજીયામાં પથ્થરોની ખાણોમાં બ્લાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટીંગથી પથ્થરોના નાના નાના ટુકડાઓ બંદૂકની ગોળીની માફક લોકોના ઘરો સુધી આવે છે. જેથી આ બ્લાસ્ટીંગથી ગ્રામજનો પર જીવનું જોખમ તોળાઈ રહ્યુ છે. ઉપરાંત બ્લાસ્ટિંગના અવાજનો ઘોંઘાટ પણ અસહનીય હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text

ખાણોમાં પથ્થરો કાઢવા માટે કરવામાં આવતા બ્લાસ્ટીંગથી ગામના મકાનોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. આ બ્લાસ્ટિંગના કારણે તમામ ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આ મામલે ગામના સરપંચે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં તંત્ર માટે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.

ગ્રામજનોના પ્રશ્ન સામે તંત્ર હકારાત્મક વલણ અપનાવીને ગામની ૧ કિમી ત્રીજીયાના અંદરના ભાગે થતા બ્લાસ્ટીંગ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લે તેવી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા છે.

- text