વાંકાનેર પાલિકા દ્વારા કચરો એકત્ર કરવા માટેના ૪ છોટા હાથી અને ૩ ટ્રેક્ટરનું લોકાર્પણ

વાંકાનેર : વાંકાનેર પાલિકા દ્વારા આજે કચરો એકત્ર કરવા માટેના ૪ છોટા હાથી અને ૩ ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં પાલિકાના હોદેદારો સહિતનાની ઉપસ્થિતિ રહી હતી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર સાર્થક કરતા અને ગતિશીલ ગુજરાતની અને વાંકાનેર શહેર ની વણથંભી વિકાસ યાત્રામાં સહભાગીદાર થવા વાંકાનેર શહેરમાં કચરો એકત્ર કરવા માટે ૪ છોટા હાથી અને 3 ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાંકાનેર પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમણી, નગરપાલિકા પ્રમુખ રમેશ ભાઈ વોરા, ઉપપ્રમુખ ધમભા જાડેજા, દિનુભાઈ વ્યાસ, ઈન્દુભા જાડેજા તથા નગરસેવકો તથા નગરપાલિકા સટાફ વગેરે હાજર રહ્યા હતા.