હળવદના માથક ગામે બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી એસઓજીએ હળવદ તાલુકાના માથક ગામેથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે હળવદના માથક ગામેથી નિલેશ હેમુભાઈ મદ્વેસાણીયા ઉ.વ. ૨૦ રહે. શક્તિપરા, માથક વાળાને દેશી બનાવટની બંદૂક કિંમત રૂ. ૧૦૦૦ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવ્યો છે.