મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી બેઠક મળી

- text


બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા કિસાનોને આહવાન કર્યું

મોરબી : મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી બેઠક મિલન પાર્ટી પ્લોટ, રોકડીયા હનુમાનજીના મંદિર પાસે મળેલ હતી. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા કિસાનોને આહવાન કર્યું હતું અને સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ બેઠકમાં પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા તથા મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી તેમજ મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ આદરણીય મોહનભાઈ કુંડારિયા તથા ગુજરાત સરકારના પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયા તથા કિસાન મોરચાના મોરબી જિલ્લા અધ્યક્ષ પ્રભુભાઈ પનારા તથા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઈ ગોહિલ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચંદુભાઈ હુંબલ, જયુભા જાડેજા, પછાત વર્ગ વિકાસ નિગમ ના પૂર્વ વાઇસ ચેરમેન પ્રદીપભાઈ વાળા, મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લાખાભાઈ જારીયા તથા અરવિંદભાઈ તેમજ તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મોરચાની કારોબારી બેઠક મળી હતી.

- text

આ બેઠકમાં તમામ મહાનુભાવો એ જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ સરકારની ખેડૂતો માટેની યોજનાઓ નો વધુમાં વધુ ખેડૂતો લાભ લિએ એ માટે સૌ કાર્યકર્તાઓને યોજનાઓ ખેડૂતો સુધી લઇ જવા આહવાન કરેલ. તેમજ ઇઝરાઇલની જેમ ખેતીના અધતન સાધનોનો ઉપયોગ કરીને પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ તેમજ ખાતર અને દવાનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરીને વધુમાં વધુ પાક કઈ રીતે લઈ શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ. આદરણીય પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા દ્વારા તમામ મંડલના કિસાન મોરચાના પ્રમુખોને પોતાના વિસ્તારમાં એક એક હજાર વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવા કટિબદ્ધ થવા આહવાન કરેલ તેમ પ્રભારી વિજયભાઈ લોખીલ મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ની યાદીમાં જણાવવામાં આવે છે.

 

- text