હળવદ : પાનની દુકાન બંધ નહિ થાય !!! થાય એ કરી લેજો કેવું ભારે પડ્યું

સરા ચોકડી નજીક રાત્રીના પોલીસ સામે ન્હોર ભરાવનાર પાનવાળા વિરુદ્ધ ગુન્હો દાખલ

હળવદ : હળવદના સરા ચોકડી નજીક પાનની દુકાન ધરાવતા વેપારીએ મોડીરાત્રી સુધી પાનની દુકાન ચાલુ રાખતા દુકાન બંધ કરવાનું કહેનાર પોલીસ સામે ન્હોર ભરાવતા પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

જાણવા મળ્યા મુજબ હળવદની સરા ચોકડી નજીક ડીલક્સ પાનની દુકાન ધરાવતા ઘનજીભાઇ શામજીભાઇ બાવરવા, ઉ.૪૩ રહે ઉમીયાનગર વસંત પાર્ક હળવદ તા હળવદ જી મોરબીવાળાએ મોડી રાત્રી સુધી પાનની દુકાન ચાલુ રાખતા ફરજ પરના એ.એસ.આઈ.નાથુભા અણદુભા રાણાએ દુકાન બંધ કરવા જણાવ્યું હતું.

આમ છતાં પાનના વેપારીએ ફરજપરના પોલીસ કર્મી રાજયસેવક હોવાનુ જાણવા છતા પોતાની ડીલક્ષ પાન ની દુકાન બંઘ નહી કરી થાય તેમ કરી લેજો તેમજ જોઇ લેવાનું કહી ફરી ની કાયદેસર ની ફરજ માં રૂકાવટ કરી ગુનો કરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે એચ.એમ.ચાવડા પો.હેડ કોન્સ. હળવદ વધુ તપાસ કરી રહ્યા છે.