મોરબી જીલ્લા પંચાયતના બળવાખોરોને સસ્પેન્ડ કરો : મુકેશ ગામી

- text


મોરબી કોંગ્રેસની આબરૂનાં ધજાગરા કરનાર સામે કડક પગલા ભરવા પૂર્વ કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરતાં ચકચાર

મોરબી : મોરબી જીલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસનો સત્તાવાર આદેશ ફગાવી પ્રમુખ પદે બેસી ગયેલા કિશોરભાઇ ચિખલીયા સહીતના બળવાખોર જુથ સામે કડક પગલા ભરી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસના પૂર્વ જીલ્લા પ્રમુખ અને જીલ્લા પંચાયતના પ્રમુખપદના સત્તાવાર ઉમેદવારે પ્રદેશ પ્રમુખ સમક્ષ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જી.પં.ના સભ્ય અને પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ગામીએ જણાવ્યું હતું કે તા. ર૦-૬ ના રોજ યોજાયેલ મોરબી જી.પં. ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં પ્રમુખ તરીકે મુકેશભાઇ ગામી અને ઉપપ્રમુખ તરીકે હસમુખભાઇ મુછડીયાના નામનો મેન્ડેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીએ આપેલો હતો. આ મેન્ડેન્ટ મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં મતદાન કરવા જી.પં. ના તમામ સભ્યો માટે પ્રદેશ કોંગ્રેસ સમીતીએ વ્હીપ એટલે કે આદેશ જારી કર્યો હતો. આમ કોંગ્રેસ પક્ષનો હું જી.પં. ના પ્રમુખ પદ માટે સત્તાવાર ઉમેદવાર હતો અને હસમુખ મુછડીયા ઉપ પ્રમુખ તરીકે સત્તાવાર ઉમેદવાર હતા.

તેમાં છતાં કોંગ્રેસ પક્ષના નિશાન ઉ૫ર ચૂંટાયેલા ૧૬ જેટલા જી.પં.ના સભ્યોએ પ્રદેશ કોંગ્રેસના આ આદેશનું ઉલ્લંધન કરીને બળવાખોર તરીકે કિશોર ચીખલીયા પ્રમુખ અને ઉ૫પ્રમુખ તરીકે ગુલામ પરાસરા ચૂંટાયા છે. આ બધાએ કોંગ્રેસ પક્ષની વ્હીપનો ભંગ કર્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા તે મની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે કારણદર્શક નોટીસ આપી છે જો આ નોટીસ નો સંતોષકારક જવાબ નહી મળે તો કોંગ્રેસ પક્ષ બળવાખોરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરી પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સુધીના જલદ પગલાં લેવાય તેવી અમે માંગણી કરી છે.

- text

વધુમાં મુકેશ ગામીએ જણાવ્યું છે કે જીલ્લા પંચાયતમાં એક હથ્થુ શાસન અમુક આગેવાનોની દોરવણીમાં કરીને કોંગ્રેસ પક્ષની આબરુનું ઘોવાણ કરવામાં આ બગાવતી જુથ કાર્યરત છે ત્યારે સાચી હકીકત પ્રજા જાણે એ માટે આટલી ચોખવટ કરવી વ્યાજબી લાગી છે. અમે જે સભ્યોએ કોંગ્રેસ પક્ષના આદેશને શિરોમાન્ય ગણી પક્ષની વ્હીપના ચીથરા ઉડાડનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા અમે પ્રદેશ કક્ષાએ ઉગ્ર માંગણી કરી છે

અગાઉ પણ આ બળવાખોર જુથે પક્ષ ના આદેશ નો અનાદર કરેલો હતો પરંતુ કોંગ્રેસ મોટું મન રાખી માફી બક્ષી દીધી હતી. હવે જયારે ફરી બળવો કર્યો છે ત્યારે જેને કોંગ્રેસના પંજાને મત આપ્યા છે. એવા મતદારોનો દ્રોહ કરનાર આ બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી તેમનું સભાસદ રદ થાય તે માટે કાનુની રાહે કાયદેસર કાર્યવાહી કરવા અને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી એક દાખલો બેસાડવો જરુરી છે જેથી ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષની શિસ્તને તોડતા પહેલા વિચાર કરવો પડે. આટલી સ્પષ્ટતા કોંગ્રેસ પક્ષના હિતમાં જેણે કોંગ્રેસ પક્ષને મત આપ્યા છે તેમની લાગણી ન દુભાય એ માટે સ્પષ્ટતા કરવી જરુરી હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text