મોરબીની શાળાઓમાં ચોમાસાને ધ્યાને લઈને તકેદારીના પગલા લેવાનો આદેશ

- text


જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાના આચાર્યોને પાઠવ્યો પત્ર

મોરબી : આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે વરસાદ દરમિયાન શાળાઓમાં વીજ વાયરોને કારણે વિધાર્થીઓને નુકશાન ન પહોંચે તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ આચાર્યોને પત્ર પાઠવી તકેદારીના પગલાં લેવાનો આદેશ કર્યો છે.

મોરબીમાં ચોમાસાની સીઝનમાં આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને કોઈ નુકશાન ન પહોંચે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળા આચાર્યોને પત્ર પાઠવીને વીજ વાયરોની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું

- text

શાળાના કેમ્પસમાં આવેલ વૃક્ષોની ઉપર કે નજીકમાં આવેલ વિજવાયર કે સબ સ્ટેશન હોય તો તકેદારીના ભાગ રૂપે પીજીવીસીએલનો સંપર્ક સાધી આ વિજવાયર કે સબ સ્ટેશનને વિદ્યાર્થીઓને નુકશાન ન પહોંચે તે રીતે મુકાવવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

- text